ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના સોશિયલ મીડિયા પર એક વિવાદિત નિવેદન શેર કયુઁ છે. જેનાથી ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ગુજરાતની સરખામણી તાલિબાન સાથે કરતાં ભારે વિવાદ સર્જાયો છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાનાં ટ્વિટર પર ટ્વિટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે. “ગુજરાતની રાહે તાલિબાન.”અફધાનિસ્તાનમાં મંજૂરી વગર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મુદ્દે પરેશ ધાનાણીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ગુજરાતની રાહે તાલિબાન છે.
""ગુજરાતની રાહે તાલિબાન""
અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો
અધિકાર સંપૂર્ણ અબાધિત હતો..,ગુજરાતના "આધુનિક તાલિબાનો"એ તો
૨૦ વર્ષ પહેલા જ આંદોલન ઉપર સંપૂર્ણ
પ્રતિબંધ ફરમાવી દીધો હતો,શું હવે ગુજરાતની રાહ ઉપર જ અફઘાની
તાલિબાનો આગળ વધી રહ્યા છે..?#ગુજરાત_બચાવો_અભિયાન pic.twitter.com/K4glc4WwIg— Paresh Dhanani (@paresh_dhanani) September 10, 2021
અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો અધિકાર સંપૂર્ણ અબાધિત હતો. ગુજરાતનાં આધુનિક તાલિબાનનો એ ૨૦ વષઁ પહેલાં જ આંદોલન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે.
https://www.youtube.com/watch?v=c4Vj12rGPnA
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.