ગુજરાતમાં 5 થી 7 જાન્યુઆરી સુધી રહેશે વરસાદી વાતાવરણ, માવઠાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે જેથી હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ સાથે માવઠુ પણ પડી શકે છે જેને પગલે 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના છે

આના લીધે ખેડૂતોની ચિંતામાં ફરી થી વધારો થઇ રહ્યો છે તેમની મુશ્કેલીઓ વધી રહી છે અને હવામાન ખતાના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ દરમિયાન ઝાપટાંની શક્યતા છે વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી ગગડવાની શક્યતાઓ છે આ સાથે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે તો લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે .

કમોસમી વરસાદને કારણે, ઉત્પાદન થયેલા પાક અને વાવેતર કરાયેલા ઘઉં, ચણા, જીરૂ સહિત રવિ પાકને નુકસાન થવાનો ભય છે આ અંગે ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોને ઉભા પાક તેમજ ઉત્પાદિત ખેત પેદાશના રક્ષણ માટે જરૂરી કાળજી લેવાની જરૂર છે આથી ખેડૂતોએ પોતાના પાકેલા પાક એટલે કે, ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાળપત્રી ઢાંકીને રાખવી

એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવી અને શક્ય હોય તો હવામાન વિભાગની આગાહી હોવાથી તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવાની જરૂર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં વરસાદી મોહલ સર્જાવાની શક્યતાઓ છે આના સાથે ઠંડી નું જોર વધશે .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.