નવરાત્રિના આ દિવસોએ આવશે વરસાદ
3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી થનગનાટ જોવા મળતો હોય છે. પરંતું હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે. ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું. તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.
નવરાત્રિના 9 દિવસની આગાહી
3 થી 5 દરમિયાન નવરાત્રિ દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 9 થી 12 દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા
શરદ પૂનમ બાદ વાવાઝોડું આવશે
તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19, 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે.
ચાલુ વર્ષે ભારતમાં સામાન્ય કરતા 8 ટકા વધુ વરસાદ વરસ્યો
2024 ના ચોમાસામાં ભારતમાં સામાન્ય કરતાં આઠ ટકા વધુ વરસાદ નોંધાયો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યુ કે, તે છે. અહેવાલ છે કે 2024 નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સોમવારે સત્તાવાર રીતે સમાપ્ત થયું. આ સમયગાળા દરમિયાન, ભારતમાં 934.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે લાંબા ગાળાની સરેરાશના 108 ટકા છે અને 2020 પછીનો સૌથી વધુ વરસાદ છે. IMD અનુસાર, મધ્ય ભારતમાં પ્રદેશની લાંબા ગાળાની સરેરાશ કરતાં 19 ટકા વધુ વરસાદ નોંધાયો છે, દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્ય કરતાં 14 ટકા વધુ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો છે. માહિતી અનુસાર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં 14 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દેશમાં જૂનમાં 11 ટકા ઓછો વરસાદ થયો હતો, પરંતુ જુલાઈમાં નવ ટકા વધુ વરસાદ થયો હતો. આ પછી ઓગસ્ટમાં 15.7 ટકા વધુ અને સપ્ટેમ્બરમાં 10.6 ટકા વધુ વરસાદ થયો હતો. વર્ષ 2023માં ચોમાસાની સિઝનમાં ભારતમાં 820 મીમી વરસાદ નોંધાયો હતો. જે લાંબા ગાળાની સરેરાશના 94.4 ટકા હતી. દેશમાં 2022 માં 925 મીમી વરસાદ નોંધાયો હતો, જે લાંબા ગાળાની સરેરાશના 106 ટકા હતો. વર્ષ 2021માં 870 મીમી અને 2020માં 958 મીમી વરસાદ નોંધાયો હતો. IMDએ આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ (લાંબા સમયગાળાની સરેરાશના 106 ટકા)ની આગાહી કરી હતી. તે ઉત્તરપૂર્વ ભારત માટે સામાન્ય ચોમાસાના વરસાદની નીચે, ઉત્તરપશ્ચિમ માટે સામાન્ય વરસાદ અને મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશો માટે સામાન્ય કરતાં વધુ વરસાદની સચોટ આગાહી પણ કરે છે. ચોમાસું ભારતના કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે, કારણ કે કુલ ખેતીલાયક વિસ્તારનો 52 ટકા તેના પર નિર્ભર છે.
હવામાન વિભાગની પણ ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં 2 થી 4 ઓકટોબર વચ્ચે ભારે વરસાદનું એલર્ટ છે IMD એ પણ આગામી 4-5 દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આનો અર્થ એ છે કે આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં આગામી ચાર-પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય કર્ણાટક, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરીમાં 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર અને કેરળમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતની વાત કરીએ તો હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં ત્રણ-ચાર દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 ઓકટોબરથી પાટનગરનું હવામાન બદલાશે. 5-6 ઓકટોબરે દિલ્હીમાં વાદળછાયું આકાશ સાથે વરસાદની શક્યતા છે. મતલબ કે દિલ્હીવાસીઓને 5-6 ઓકટોબર પછી જ ગરમીથી રાહત મળવાની આશા છે. બીજી તરફ આ સપ્તાહે યુપી-બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મતલબ કે આ રાજ્યોમાં નવરાત્રીથી લઈને દશેરા સુધીની મજા વરસાદને કારણે બગડી શકે છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાત અને કર્ણાટકમાં ભારે વરસાદ નોંધાયો છે. નિષ્ણાતો માને છે કે ઓક્ટોબરના મધ્ય પછી જ સમગ્ર દેશમાં શિયાળો આવી શકે છે.
ઓ બાપ રે… ખતરનાક ઠંડી પડશે
ંઅંબાલાલે ઠંડીની આગાહી કરતા કહ્યું કે, તારીખ 29 થી શિયાળાની શરૂઆત થાય ઠંડી પડે અને 3 ડિસેમ્બરથી સખત ઠંડીનો અનુભવ થશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે તારીખ 27 થી 30માં વચ્ચે ઠંડી અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે. જાન્યુઆરી માસ ઠંડો રહેશે આ ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ હાથથી જવતી ઠંડી પડવાની શક્યતા છે. લાલી નોની અસર શક્યતા કેટલાક તજજ્ઞો દ્વારા બતાવાઈ રહી છે, જેની અસર માર્ચ માસ સુધી થશે, અને ઉભા કૃષિ પાકોમાં હાની થવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વરસાદ થવાની શક્યતા છે ભૂસ્ખલનની શક્યતા છે એટલે આ અરસામાં પ્રવાસીઓએ ખાસ કાળજી રાખવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.