ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળામાં ભાગ લેવા માટે ગયલે ગુજરાતી પ્રવાસીઓ વતન પરત આવ્યા છે. આ તમામ કોઈ રીતે સુપર સ્પ્રેડર ન બને એટલા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તમામ યાત્રીઓના ફરજિયાત ટેસ્ટ કરવા આદેશ આપ્યા છે.
કુલ 230 પ્રવાસીમાંથી 15 જેટલા પ્રવાસીઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમને સારવાર હેતું સમરસ હોસ્ટેલમાં ખસેડાયા છે. કુલ 533 લોકોના સાબરમતી રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શનિવારે અને રવિવારે એમ બે દિવસમાં કુલ 49 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે.
શનિવારે 313 લોકો કુંભમેળામાંથી આવ્યા હતા. જેમાંથી 34 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે 220 લોકો કુંભમેળામાંથી પરત આવ્યા હતા. બીજી તરફ સોમવારે ઓખા-દહેરાદુન ટ્રેન આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના સહિતના પ્રવાસીઓનું જે તે રેલવે જંક્શન પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ, ગુજરાત બાયોટેક રીસર્ચ સેન્ટર ગાંધીનગર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર, JFSU ગાંધીનગર, સરદરા પટેલ યુનિવર્સિટી આણંદ, એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદ, એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ, એમ.એસ. યુનિવર્સિટી વડોદરા, નીરમા યુનિવર્સિટી અમદાવાદમાં ટેસ્ટ થશે. પણ સંસ્થાઓમાં ટેસ્ટ માટે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ નહીં જઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.