ગુજરાતમાં આગામી બે દિવસ તાપમાન 7 ડિગ્રી સુધી ગગડી શકે, નલિયામાં 2 ડિગ્રી સાથે બરફ જામેલો જોવા મળ્યો

આગામી બે દિવસ તાપમાન 7 ડિગ્રી સુધી ગગડી શકે છે. નલિયામાં 2 ડિગ્રી સાથે બરફ જામેલો જોવા મળ્યો છે.

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન 7 ડિગ્રી સુધી ગગડી શકે છે. રાજ્યના કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટમાં ઠંડી વધુ પડવાની આગાહી કરવામાં આવી છે.

કડકડતી ઠંડીએ ભરૂચના લોકોને ધ્રુજાવ્યાં

રાજ્યના મોટા ભાગના શહેરો ઠંડાગાર જોવા મળ્યાં છે. કડકડતી ઠંટીએ ભરુચના લોકોને પણ ધ્રુજાવી દીધા છે. શીતલહેર વચ્ચે વાતાવરણ ઠંડુગાર બન્યું છે.

રાજ્યના શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 7 ડિગ્રી, નલિયામાં 2 ડિગ્રી, ભુજમાં 8 ડગ્રી, ડીસામાં 5 ડીગ્રી, ગાંધીનગરમાં 7 ડિગ્રી, રાજકોટમાં 7 ડિગ્રી જ્યારે જૂનાગઢમાં 8 ડિગ્રી નોંધાયું છે.

હિમાચલ પ્રદેશના 9 જિલ્લામાં ભારે હિમવર્ષા થઇ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે.

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં 4 ફૂટ હિમવર્ષા જોવા મળી. હિમવર્ષાના કારણે 100 પર્યટકો ફસાયા હતા. રેસ્કયૂટીમ દ્વારા 15 કિમી પગપાળા ચાલીને પર્યટકોનું રેસક્યું કરવામાં આવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.