કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં 1020 કેસ નોંધાયા છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1020 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 65,704એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ 25 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2534એ પહોંચ્યો છે. જ્યારે 898 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.
કોરોનાના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોપોરેશન 194, અમદાવાદ કોપોરેશન 138, વડોદરા કોપોરેશન 84, રાજકોટ કોપોરેશન 61, સુરત 51, ભાવનગર કોપોરેશન 38, રાજકોટ 27, દાહોદ 23, કચ્છ 23, પંચમહાલ 22, જુનાગઢ કોપોરેશન 21, વડોદરા 21, ગાંધીનગર 20, નર્મદા 20, અમરેલી 18, જામનગર કોપોરેશન 18, ભાવનગર 17, ભરૂચ 16, બોટાદ 16, ગીર સોમનાથ 16, જુનાગઢ 16, અમદાવાદ 15, મહેસાણા 15, નવસારી 13, સાબરકાંઠા 13, મહીસાગર 12, ખેડા 11, પાટણ 10, સુરેન્દ્રનગર 10, વલસાડ 10, આણંદ 9, ગાંધીનગર કોપોરેશન 8, મોરબી 7, બનાસકાંઠા 6, અરવલ્લી 5, જામનગર 4, તાપી 4, પોરબંદર 3, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 2, ડાંગ 1 કેસો મળ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરત કોપોરેશન 8, અમદાવાદ કોપોરેશન 3, સુરત 3, જામનગર કોપોરેશન 2, જુનાગઢ 2, જુનાગઢ કોપોરેશન 2, ભાવનગર 1, જામનગર 1, રાજકોટ કોપોરેશન 1, વડોદરા 1, વડોદરા કોપોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 25 લોકોના મોત નિપજ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 48,359 નાગરીકો સાજા થઈ ગયા છે. 2534ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,811 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 87 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,724 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.