ગુજરાતમાં કોરોના કેસમાં ઝડપી વધારો,કોરોના સંક્રમણને લઇ 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે શૈક્ષણિક કાર્ય પર સૌથી મોટી અસર પડી હતી. જોકે કોરોનાનું સંક્રમણ ઘટતા તબક્કાવાર ફરી શાળા, કોલેજો અને ટ્યુશન ક્લાસીસ શરૂ થઇ રહ્યા હતા. જોકે કોરોનાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ ફરી ઓફલાઇન શિક્ષણ પર ખતરો મંડરાઇ રહ્યો છે.

પરીક્ષા બાબતે મુખ્ય સચિવ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. તો શિક્ષણમંત્રી અને વિભાગના અધિકારીઓ પણ ચર્ચા કરશે.

ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી 20 દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વાલી મંડળે શાળા બંધ રાખી માત્ર ફાઈનલ પરીક્ષા લેવા માટે માગ કરી હતી અને ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી.

પરંતુ અમદાવાદની સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગનું કોઇ આયોજન કરવામાં આવ્યું નથી. અત્યાર સુધી એકપણ સ્કૂલમાં કોરોના ટેસ્ટ કરાયો નથી. જોકે અમદાવાદ DEOએ દાવો કર્યો છે કે એકપણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નથી. ટેસ્ટિંગ વિના DEOના દાવાને લઇ સવાલો ઉભા થઇ રહ્યાં છે.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઇને વ્યવસ્થા કરવામાં આવી છે. ટેમ્પરેચર ચેકિંગ અને સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. તો બીજી તરફ વાલીઓની ચિંતામાં વધારો થઈ ગયો છે.

જો વાલીઓ બાળકોને શાળાએ ના મોકલે તો બાળકોનું ભણતર બગડે અને જો મોકલે તો બાળકોને કોરોના થાય તેનો ભય છે. આ મુદ્દે વીટીવી દ્વારા વાલીઓ સાથે વાત કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા આ મુદ્દે ફરીથી એક વખત ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા તથા આ વર્ષની ફી માફ કરવા અંગેની માગ કરવામાં આવી હતી.

સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.