ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છૂપાવાના તંત્ર પર આક્ષેપ લાગે છે. ત્યારે કોરોનાથી મૃત્યુદરના ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં અગાઉ 2.3 ટકા મૃત્યુદર હતો જેનું પ્રમાણ 1.6 ટકા થયું છે.
- ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદરમાં ઘટાડો
- રાજ્યમાં અગાઉ 2.3 ટકા મૃત્યુદર હતો
- રાજ્યમાં કોરોનાથી મૃત્યુદરનું પ્રમાણ 1.6 ટકા છે
- કોરોનાથી મૃત્યુદરના ઘટાડાની કેન્દ્રએ પણ લીધી નોંધ
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાતમાં થયેલા મૃત્યુદરમાં ઘટાડાની નોંધ લીધી. રાજ્ય સરકારના દાવા પ્રમાણે કોરોનાને કારણે દર અઠવાડિયે થતા મૃત્યુના કેસોમાં એક જ મહિનામાં ત્રીજા ભાગનો ઘટાડો નોંધાયો છે.
એક મહિના પહેલા રાજ્યમાં મૃત્યુદર 2.3 ટકા હતો જે ઘટીને ગયા અઠવાડિયે 1.6 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 20 લાખ 45 હજાર 951 ટેસ્ટ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસનો આંકડો 91329 પર પહોંચ્યો છે.
જ્યારે રાજ્યમાં મૃત્યુઆંક 2964 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 73501 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે. રાજ્યમાં હાલ 14864 એક્ટિવ કેસ છે. જેમાંથી 91 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.