ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું,31 માર્ચ સુધી લંબાઈ શકે છે રાત્રી કર્ફ્યુ

ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લગાવવામાં આવેલા રાત્રી કર્ફ્યુની આજે 15 માર્ચે અવધી પૂર્ણ થશે. ત્યારે વધતા સંક્રમણના કારણે રાત્રી કર્ફ્યુ 31 માર્ચ સુધી લંબાવાઈ શકે છે.

આ મામલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે હાઇલેવલની કમિટીની બેઠક યોજાઇ શકે છે. જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હવે સૌ કોઇને નજર સરકારના આગામી નિર્ણય પર છે.

તો બીજી તરફ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચ પણ પડી મોંઘી શકે છે. મેચ જોવા 50 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ગઇકાલે એક દિવસમાં રાજ્યમાં 810 કેસ નોંધાયા છે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 810 નવા દર્દી જ્યારે 586 દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.

રિકવરી રેટ વધીને ઘટીને 96.82 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,69,361 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4422 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

સુરત શહેરમાં 217 કેસ અને ગ્રામ્યમાં 24 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 163 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 95 કેસ, જ્યારે ગ્રામ્યમાં 22 કેસ નોંધાયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.