ગુજરાતમાં એક કેન્દ્ર પર દરરોજ, 100 લોકોને રસી મળી રહે, તેવી રીતે દરરોજ 16 લાખ લોકોને રસી આપવાનું, કરવામાં આવ્યું આયોજન

ગુજરાતમાં એક કેન્દ્ર પર દરરોજ 100 લોકોને રસી મળી રહે તેવી રીતે દરરોજ 16 લાખ લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

28 અને 29મીની ડ્રાયરન બાદ રસીકરણ માટે માટે વિવિધ વ્યવસૃથાઓ કરવામાં આવી છે.

16 લાખ સ્વાસૃથયકર્મીઓને રસી આપવા તાલીમબદ્ધ કરાયા છે તેમજ રસીકરણ પ્રક્રિયાના નિરીક્ષણ અને વિશ્લેષણ માટે ચાર નિષ્ણાત તબીબોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.

રાજય સરકારે ચાર નિષ્ણાત તબીબ તજજ્ઞાોની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં ડા. નવીન ઠાકર-પીડીયાટ્રીક એસોસિએશનના વડા ડા. નિશ્ચલ ભટ્ટ- પીડીયાટ્રીશીયન.  ડા. સપન પંડયા-ઇમ્યુનોલોજીસ્ટ અને ડા. ભદ્રેશ વ્યાસ – જામનગર ગુરૂ ગોવિંદસિંગ કોલેજના એચઓડી આ ટાસ્ક ફોર્સના સભ્યો છે.

રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં માસ્ક પહેરવો, સેનિટાઈઝરોનો ઉપયોગ તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનુ રહેશે. આ માટે નાગરિકોનો પૂરતો સહયોગ મળે એ અત્યંત જરૂરી છે.

કોઈપણ રસીકરણ બાદ સામાન્ય તાવ, થોડી અશક્તિ જેવી સામાન્ય અસરો થતી જ હોય છે જે આ કોવિડ-19 ની રસી બાદ પણ થઈ શકે છે. પરંતુ કોઈપણ પ્રકારની ગંભીર આડઅસર આ રસીને કારણે થયેલી હોય તેવો એકપણ કિસ્સો નથી.

– ડા.નવીન ઠાકર

ખૂબ જ ક્લિનિકલ નિયમનોમાંથી આ રસી પસાર થઈ ચૂકી છે જે તમામ તબક્કે નાગરિકોની સલામતીને પ્રથમ અગ્રીમતા આપવામાં આવી છે.

– ડા.નિશ્ચલ ભટ્ટ

કેન્સર, કિડનીની બીમારી, ટીબી, સહિત ગંભીર રોગો એટલે કે કોમોબડ દર્દીઓને પણ આ રસી આપવામાં આવશે. તેનાથી કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. આવા દર્દીઓને એન્ટી બોડી રિસ્પોન્સ સામાન્ય વ્યક્તિઓ કરતા સામાન્ય ઓછો આવે તેવું શક્ય છે પરંતુ તે પણ કોરોનાને ફાઇટ આપવા પૂરતું હશે.

– ડા. સપન પંડયા

વિવિધ દેશોમાં મળીને 35 લાખ જેટલા લોકોને રસી અત્યાર સુધીમાં અપાઇ ચૂકી છે, પરંતુ એક પણ કિસ્સો એવો નથી જોવા મળ્યો જેમાં આ રસીને કારણે કોઈ પણ ગંભીર આડ-અસર દેખાઈ હોય. એટલે અફવાઓ માં આવવું નહિ અને રસીથી આડઅસર થશે તેવી અફવાઓ ફેલાવવી નહિ.

– ડા. ભદ્રેશ વ્યાસ

વાસ્તવિક આયોજન કે હવાઈ તુક્કા?

તો, 45 દિવસમાં ગુજરાતમાં બધાનું રસીકરણ થઈ જાય !

ગુજરાત સરકારે રસીકરણ માટે સુસજજ હોવાનો દાવો કર્યો છે તે સાથે લોકોમાં અનેક ચર્ચા શરૂ થઈ છે. સરકારે કરેલા દાવા અનુસાર દરરોજ 16 લાખ લોકોને રસી આપવાનું આયોજન છે. આ આયોજન સુપેરે પાર પડે તો ગુજરાતમાં 45 દિવસમાં રસીકરણ થઈ જાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.