ગુજરાતમાં નકલી પોલીસ બનીને,લોકોને છેતરતી ગેન્ગ ફરી પાછી,બની ગઇ છે સક્રિય

ગુજરાતમાં નકલી પોલીસ બનીને લોકોને છેતરતી ગેન્ગ ફરી પાછી સક્રિય બની ગઇ છે. પ્રતિવર્ષ 50 થી 70 કિસ્સા નોંધાય છે. આ નકલી પોલીસથી અસલી પોલીસ પણ અચંબામાં પડી જાય છે. હિન્દી ફિલ્મોમાં હોય છે તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળે છે.

અમિતાભ બચ્ચન અને ગોવિંદાની બડે મિયાં છોટે મિયાં ફિલ્મમાં નકલી પોલીસ અસલી પોલીસને જેલમાં નંખાવી દે છે. એક કોમેડી ફિલ્મમાં અસલી પોલીસ સ્ટેશન પર ચાલતા નશીલા પદાર્થોના વ્યવસાય ઉપર નકલી પોલીસ રેડ પાડીને જથ્થો લઇ જાય છે.

ગુજરાતમા નકલી પોલીસની માત્રામાં વધારો થયો છે. આપણે ત્યાં જ એવી છૂટ આપવામાં આવી છે કે આર્મી અને પોલીસના યુનિફોર્મની નકલ થાય છે. સામાન્ય લોકો બિન્દાસ ઉપયોગ કરે છે

સૌથી વધુ નકલી પોલીસ સુરત, વડોદરા અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાંથી પકડાઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલાક કેસો સામે આવ્યા છે.

હાઇવે પર કે શહેરના નિર્જન માર્ગો પર લિફ્ટના બહાને સુંદર યુવતીને ઉભી રાખીને નાગરિકોને લૂંટવામાં આવે છે. આ યુવતીને લિફ્ટ આપ્યા પછી વાહનચાલક નકલી પોલીસનો ભોગ બને છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.