ગુજરાતમાં પેટાચૂંટણીના વિલંબને કારણે કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા ધરાસભ્યોમાં ચિંતાનો માહોલ, જાણો ચિંતાનું કારણ

ગુજરાતમાં આગામી સમયમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, આ પેટાચૂંટણીની જાહેરાતમાં વિલંબધી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યોની ચિંતા વધી છે. જાહેરાતમાં સમય લાગતા ભાજપ પક્ષના જ અન્ય પ્રબળ દાવેદારોની સંખ્યા વધવાની તેમને ચિંતા છે.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. ખાલી પડેલી બેઠકોની છ મહિનામાં  પેટાચૂંટણી યોજવાની જોગવાઈ છે. આ જોગવાઈ મુજબ આઠમાંથી પાંચ બેઠકની 15 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજવી પડે. જોકે, કોરોના સંક્રમણના જોખમના કારણે હજુ સુધી પેટાચૂંટણી યોજવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

જોકે, હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણીનું કોઈ આયોજન થઈ શકે નહિ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.