રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે કટેલાક મંદિરોને અનિશ્વિત સમય સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે તેમજ સ્થાનિક સંચાલન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો પરતું હવે સ્થિતિમાં સુધારો આવતા હવે અનલોક તરફ વળી રહ્યા છે. ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરના સંચાલક ટ્રસ્ટે પણ મંદિર 12 જૂનથી ખુલ્લુ મકવામાં આવશે તેવું જણાવ્યું છે તેમજ શ્રદ્ધાળુંઓ માટે સવારે 7.30થી 10.45 સુધી મંદિર ખુલ્લું મકવામાં આવશે તેમજ સાંજે 7થી 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે તેવું કહેવામાં આવ્યું છે. જો કે અતિથી ગૃહમાં ભોજન શાળા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.
આ તરફ કચ્છમાં માતાનો મઢ પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આનાર છે,11 જૂનથી મંદિરના સંચાલકોએ માતાનો મઢ ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવુ કહેવામાં આવ્યું છે જો કે અહિયા પણ અતિથીગૃહ અને ભોજનશાળા બંધ રહેશે અને કોરોના ગાઈડલાઈ તેમજ નિયમોનું પાલન કરવાનું રહેશે,કોરોના કેસ ઘટના વિશ્વ પ્રસિદ્ધ સાળગપુર મંદીરના દ્વાર પણ ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવનાર છે સાળંગપુર મંદિરમાં ભક્તો હવે 11 જૂનથી દર્શન કરી શકશે તેમા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. કોરોના ગાઈડલાઈન સાથે 11 જૂનથી પાવાગઢનું મહાકાળી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દ્વાર પણ ભાવિકો માટે ખોલવામાં આવનાર છે મંદિર સંચાલકો અને ટ્રસ્ટે નવી ગાઈડલાઈન સાથે અને કોરોના નિયમો પ્રમાણે દ્વારા ખુલ્લા મુકવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે 11 જૂનથી ભગવાન સોમનાથના મંદિરના દ્વાર પણ ખુ્લ્લા મુકવામાં આવશે.મંદિરનો સમય સવારે 7.30 થી રાત્રિના 8 વાગ્યા સુધી રહેશે તેમજ તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઇડ લાઇનનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.