અમદાવાદના વાસણા વોર્ડમાં પિતા-પૂત્ર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં પિતા અને પુત્ર બંને અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
આમ હવે શહેરમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રચંડ પ્રચાર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા વિનુભાઈ ગોહેલ પોતાની પેનલ સાથે વાસણા વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે
વાસણા વોર્ડમાં પિતા વિનુભાઇ ગોહેલ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે પુત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યાં છે. એક જ ઘરમાં રહેતા પિતા-પૂત્ર ચૂંટણીના મેદાનમાં આમને-સામને જોવા મળી રહ્યાં છે.
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને વાસણા વોર્ડમાંથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી રહેલા પિતાએ આપ પર પોતાના પુત્રને ભ્રમિત કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
હવે તો રાજકારણ ઘરમા ઘુસી ગયું છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં કાકા – ભત્રીજો સામસામે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે વાસણા વોર્ડમાં પિતા – પુત્ર એકબીજાની સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.