અમદાવાદ શહેરમાં શુક્રવારે કોરોના બ્લાસ્ટ થતા એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક નવા 1296 કેસ નોંધાયા છે.ઉપરાંત 12 લોકોનાં મોત થતાં ઘેર-ઘેર કોરોનાના કેસ જેવી સિૃથતિનું નિર્માણ થવા પામ્યું છે.
અમદાવાદ શહેરમાં ગુરૂવારે 951 કેસ નોંધાયા બાદ 24 કલાકમાં જ કેસની સંખ્યા વધીને 1296 થઈ ગઈ છે.આ આંકડા જ દર્શાવે છે કે,દિવસે દિવસે અમદાવાદમાં કોરોના સંક્રમણ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યુ છે.
શહેરમાં શુક્રવારે કોરોનાની સારવાર લઈ રહેલા બાર લોકોના મોત થતાં અત્યારસુધીમાં શહેરમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 2353 લોકોના મોત થયા છે.શુક્રવારે 485 લોકો સાજા થઈને ઘરે પરત ફરતા અત્યાર સુધીમાં કુલ 68997 લોકો કોરોના મુકત થયા છે.
અમદાવાદ શહેરના નદીપાર આવેલા વિસ્તારોમાં સંક્રમણની પરિસિૃથતિ એટલી ભયાવહ બનતી જઈ રહી છે કે,આખાને આખા પરિવારના લોકો કોરોના સંક્રમિત થતા હોવાનું બહાર આવી રહ્યું છે.
આ પરિસિૃથતિમાં લોકો પણ પોતાના પરીવારમાં સંક્રમિત થયેેલાઓને કયાં અને કઈ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા એને લઈને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ તરફ દોટ મુકી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.