ગુજરાતમાં વધ્યો કોરોનાનો કહેર,ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા ૫૧૨ કેસ નોંધાયા

ભાવનગર જિલ્લામાં બીજી વાર કોરોનાના કેસ ૫૦૦ને પાર પહોંચી ગયા છે. જેના કારણે કુલ કેસનો આંકડો પણ ૧૩ હજારને વટાવી ગયો છે.

આજે શુક્રવારે શહેરમાં ૧૮૫ પુરૂષ અને ૧૧૫ સ્ત્રી મળી કુલ ૩૦૦ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા હતા. જિલ્લામાં સતત બીજા દિવસે પોઝિટિવનો આંકડો ચિંતાજનક રીતે બેવડી સદીને વટાવી ગયો હતો. જિલ્લામાં આજે પ્રથમ વખત હાઈએસ્ટ ૨૧૨ કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગર તાલુકામાં ૮૩, ઘોઘા તાલુકામાં ૪૬, તળાજા તાલુકામાં ૧૮, મહુવા તાલુકામાં ૫, વલભીપુર તાલુકામાં ૯, ઉમરાળા તાલુકામાં ૧૦, પાલિતાણા તાલુકામાં ૨૧, સિહોર તાલુકામાં ૨, ગારિયાધાર તાલુકામાં ૯ અને જેસર તાલુકામાં ૯ કેસનો સમાવેશ થાય છે.

શહેરમાં પાંચ અને જિલ્લામાં પાંચ મળી આજના એક જ દિવસમાં કોરોનાથી ૧૦ વ્યક્તિના કાયમ માટે શ્વાસ રૂંધાઈ ગયા હતા. જેમાં જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના એક, પીથલપુર ગામના એક, તળાજા શહેરમાં બે અને મહુવામાં એક દરદી સારવાર દરમિયાન કોરોના સામેની જંગ હારી ગયા હતા. અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ ૧૩,૨૧૩ કેસ નોંધાયા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.