- આગની ઘટનાઓ વારંવાર નિર્દોષ લોકોને ભડથું કરી રહી છે, તેવામાં નાના અને મોટા શહેરોના સત્તાધીશો લાલિયાવાડી દાખવવામાં કોઈ જ કસર નથી છોડી રહ્યા. કારણ કે વારંવાર આગની દુર્ઘટનાઓ છતાં ફાયરની એનઓસી માટે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે ફાયર NOC જ નથી. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ સફાળો જાગેલો ફાયર વિભાગ હવે એક પછી એક હોસ્પિટલોની તપાસ કરી રહ્યો છે અને એનઓસી માટે નોટિસ ફટકારી રહ્યો છે.
મહત્વનું છે કે રાજ્યની 11,554 હોસ્પિટલોમાં મોટી 1,079 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. લગભગ 475 સરકારી હોસ્પિટલ છે. 5,500 હોસ્પિટલ 50 બેડ કે તેનાથી થોડા ઓછા બેડ ધરાવે છે. આ ઉપરાંત 4,500 નાની હોસ્પિટલ અને પ્રાઈવેટ ક્લિનિકો છે. ફાયર એનઓસી મામલે નાની અને મધ્યમ આકારની હોસ્પિટલોની સ્થિતિ વધુ ખરાબ છે. આ હોસ્પિટલો સામાન્ય રીતે એનઓસી લેતી નથી અથવા તો એનઓસી લીધા બાદ રિન્યુ કરાવતી નથી. અમદાવાદમાં જ લગભગ 2 હજારથી વધુ નાની-મોટી હોસ્પિટલો છે. તેમાંથી માત્ર 91એ જ ફાયર એનઓસી લીધી છે. સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય નાનાં શહેરોની સ્થિતિ પણ ખરાબ છે. અહીં પણ નાની હોસ્પિટલો ફાયર એનઓસી અંગે ઉપેક્ષા સેવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.