પીએમ મોદીએ બે અલગ અલગ હાઇલેવલ બેઠક બોલાવી,ગુજરાતમાં વાવાઝોડા માટે તંત્ર બન્યું સાબદું

તૌકતે વાવાઝોડું તેજીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડાના કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તંત્ર પણ કામે લાગી ગયું છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ હાઇલેવલ બેઠક બોલાવી છે. આ હાઇલેવલ બેઠકમાં વાવાઝોડા સામેની તૈયારીને લઈને પીએમ મોદીને સમગ્ર જાણકારી આપવામાં આવશે.

બીજી તરફ કોરોના વાયરસની બીજી લહેરથી દેશ પસાર થઈ રહ્યો છે અને વાયરસના આ સંકટમાં સૌથી વધારે જરૂરી છે ભારતમાં વધુમાં વધુ લોકોને રસાઈ આપવામાં આવે. જોકે ઘણા રાજ્યોમાં વેક્સિન ખૂટી પડતી હોવાનું ફરિયાદો પણ સામે આવી રહી છે

કોરોના બાદ હવે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપા દેવામાં આવી છે તો અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં 1-નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદની મોટા ભાગની બોટો મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના અપાઇ છે. તમામ બોટોને કિનારે લાવવાનો તંત્રએ આદેશ કર્યો છે. આ તરફ દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.