ગુજરાતના બિલ્ડર વર્ગ માટે રાજ્ય સરકારની મહત્વપુર્ણ જાહેરાત

ગુજરાતમાં પણ હવે લોકોને ગગનચૂંબી ઇમારતો જોવા મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં ગગનચૂંબી ઇમારતોને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી ટૂંક સમયમાં 70 માળની ઇમારત બનાવવા મંજૂરી અપાશે. સરકાર CGDCRમાં ફેરફાર કરી ઊંચી ઇમારતો બનાવવા મંજૂરી અપાશે. આ ગગનચૂંબી ઇમારતો માટે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મંજૂરી આપવામાં આવશે.

હવે ગુજરાતમાં પણ દુબઇ અને સિંગાપોરની જેવી ઊંચી ગગનચુંબી ઇમારતો બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં ગગનચુંબી ઇમારતો બનાવા મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં રાજ્યમાં હવે 70 માળની ઇમારતો બનાવા મંજૂરી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.