ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી. તેની મહેનત રંગ લાવી.
ભાવનગરના નાનકડા ગામના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાની રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદી કરી છે. આ સાથે તેને આગામી દિવસોમાં IPL રમવા માટેની તક પ્રાપ્ત થઈ છે. આ વાતની જાણ થતા ચેતનના ઘરે ખુશીનો માહોલ છે.
પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા. પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી. તેની મહેનત રંગ લાવી.
આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી હતી.
ચેતન સાકરીયા ભાવનગરની બી.એમ હાઈસ્કૂલમાં 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે તે અંદર-16માં પસંદ થયો અને તેમને અભ્યાસની સાથે રમતને પણ પ્રાધાન્ય આપવાની વાત કરતા શાળાના સઁચાલકોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું. ચેતન આજે એક મોટો ખેલાડી બની ગયો છે.
ચેતન IPL માટે સિલેક્ટ થતા જ વરતેજ ગામના લોકોમાં પણ ખુશીનો માહોલ છે. અને હાલ ચેતના તેના ઘરે ન હોવા છતાં તેના મિત્ર વર્તુળો તેમના નિવાસ સ્થને તેના પરિવારને શુભેચ્છા આપવા ઉમટી પડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.