ખેડૂતોએ 23મીએ ભૂખ હડતાલનુ એલાન કર્યુ છે ત્યારે દિલ્હી બોર્ડર પહોંચેલા ખેડૂતો તો ભૂખ હડતાળમાં જોડાવવાના છે પણ ગુજરાતમાં ય શહેરો-ગામડાઓમાં ખેડૂતો ભૂખ હડતાળમાં જોડાઇને ખેડૂત આંદોલનને સમર્થન આપશે.
ભાજપે ખેડૂતો જિલ્લાવાર ખેડૂત સંમેલન યોજીને કૃષિ કાયદાની સમજ આપવાના બહાને ખેડૂતોને રોષ ઠારવા ભાજપે પ્રયાસો કર્યાં છે.
ગઇકાલે જ નવસારી, સાબરકાઠા, અરવલ્લી ઉપરાંત અન્ય જિલ્લાઓમાં ખેડૂતોએ આંદોલન સૃથળે મૃત્યુ પામેલાં ખેડૂતોને શ્રધૃધાજંલિ અર્પી હતી. નોંધનીય છેકે, અત્યાર સુધીમાં 600થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચ્યાં છે.ધારાસભ્ય લલિત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યાં છે.
દિલ્હી બોર્ડર પર ખેડૂત નેતાઓની રોજરોજ બેઠક યોજાય છે અને તેમાં આંદોલનની રણનિતી નક્કી થાય છે. ગુજરાતના ખેડૂત નેતાઓનું કહેવું છેકે, 23મીએ ખેડૂતો એક દિવસની ભૂખ હડતાળ પર ઉપરશે.
ભૂખ હડતાળમાં ગુજરાતના ખેડૂતો વધુને વધુ જોડાય તે માટે ખેડૂતોએ પણ સોશિયલ મિડીયાનો સહારો લીધો છે. દિલ્હી બોર્ડરથી આંદોલનકારી ખેડૂતો ઝૂમ એપ, ફેસબુક લાઇવ કરી ગુજરાતમાં વિવિધ ખેડૂત સંગઠનો અને ખેડૂતો સાથે સંપર્ક કરી રહ્યાં છે.
સાથે સાથે ખેડૂત આંદોલનના નામે શરૂ કરાયેલાં વોટ્સએપ ગુ્રપથી આંદોલનની રજેરજની વિગતોથી ખેડૂતોને વાકેફ કરવામાં આવી રહ્યાં છે.આમ ખેડૂત આંદોલન હાઇટેક બન્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.