ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં , પોલીસ કમિશનર બનાવવા માટે, કાર્યવાહી આરંભી દેવામાં આવી

અમદાવાદ અને ગાંધીનગર જોડિયાં નગર બની ગયાં છે. રાજ્યના પાટનગર ગાંધીનગરને હવે પોલીસ કમિશનરેટ વિસ્તાર બનાવવાની પ્રક્રિયા વેગવાન બનાવવામાં આવી છે. ગાંધીનગર એસ.પી. મયૂર ચાવડાએ એક પત્ર પાઠવ્યો છે.

ગાંધીનગર પોલીસ કમિશનરેટની રચના કરવા માટે તેમાં સમાવવા યોગ્ય ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઉપરાંત અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સમગ્ર વિસ્તાર છે.

ગાંધીનગર જિલ્લા પોલીસમાં અત્યારે એસ.પી.ના તાબામાં સાત ડીવાયએસપી કે એસડીપીઓ કાર્યરત છે. ટ્રાફિક સીધી જ પોલીસ વડાના તાબામાં છે. વર્ષ 2021માં પોલીસ કમિશનરની  સત્તા આવશે એટલે આઈજીપી કક્ષાના પોલીસ કમિશનરના તાબામાં પાંચ ડીસીપી કાર્યરત રહેશે. કુલ 14 પોલીસ સ્ટેશન બે ડીસીપીના સુપરવિઝનમાં વહેંચી દેવાશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસ કમિશનર બનાવવા માટે કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. વર્ષ 2021માં ગાંધીનગરમાં પોલીસ કમિશનર હશે અને આ રીતે રાજ્યમાં પાંચમો પોલીસ કમિશનર વિસ્તાર બનશે.

આઈજીપી કક્ષાના પોલીસ કમિશનર હેઠળ પાંચ ડીસીપી રહેશે. હાલમાં ગાંધીનગરનો હવાલો ડીસીપી (એસ.પી.) કેડરના અધિકારી સંભાળે છે. હવે, ડીસીપી (એસપી) કક્ષાના પાંચ અધિકારી ગાંધીનગરને મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.