ગુજરાતીઓનું સૌથી વધુ પસંદગીના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લાખો ગુજરાતીઓ ફરવા માટે અને રજાઓની મજા માણવા માટે જાય છે. ત્યારે અંબાજી નજીક રાજસ્થાનના સિયાવા ગામમાં એક હોટલના સંચાલકોએ 2 ગુજરાતી પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હોવાની ઘટના બની છે. જેનો વીડિયો પણ સામે આવ્યો
રાજસ્થાન (Rajasthan)ના માઉન્ટ આબુ (Mount Abu) પર આવેલી એક હોટલના સંચાલકોએ બે ગુજરાતી પ્રવાસીને દોડાવી દોડાવીને માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે માઉન્ટ આબૂમાં ફરવા જતા ગુજરાતી પર્યટકોમાં ખૌફ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા માઉન્ટ આબૂમાં ફરવા ગયેલા તમામ ગુજરાતી લોકોમાં ડર બેસી ગયો હતો. આ ઘટનાની જાણ થતા આબુ રોડ (Abu Road)ની રિકો પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બંન્ને ગુજરાતી પર્યટકોને હોટલ સંચાલકો દ્વારા ગંભીર હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આબુ રોડની રિકો પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં મહેસાણા જિલ્લાના સતલાસણા ગામના ભવાનીસિંહ અને કુલદીપસિંહ આ હોટલમાં જમવા માટે ગયા હતા. પરંતુ જમવા બાબતે હોટલના સંચાલક સાથે માથાકૂટ થઇ હતી. જેમાં હોટલ સંચાલકે ગુસ્સમાં આવી મારામારી શરૂ કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.