રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ વિન્ટેજ કારમાં પહોંચ્યા મતદાન કરવા પહોંચ્યા હચા. લોકોને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી હતી. ભાવનગર મહાનગર પાલીકા ચૂંટણીમાં જીતુ વાઘણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા
ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયા વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા. બંને પગમાં ફ્રેકચર હોવાના કારણે ઓનલાઈન પ્રચાર કર્યો હતો.
પહેલા મતદાન પછી નિકળી જાન
અમદાવાદમાં વરરાજાએ લગ્ન કરવા જતા પહેલા મતદાનની ફરજ નિભાવી હતી. થલતેજમાં વરરાજાએ મત આપ્યો હતો. હિંમતનગર જાન જવા નિકળે તે પહેલા મત આપ્યો હતો.
CM રૂપાણી રાજકોટ ખાતે મતદાન કરશે. સાંજે 5 વાગે રાજકોટ મતદાન કરશે. PPE કીટ પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે અને આ માટે UN મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ પહોંચશે.
ગુજરાતની મહાપાલિકાની ચૂંટણીમાં મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વૃદ્ધ દંપતિ વહેલી સવારે મતદાન માટે પહોંચ્યા હતા. 89 વર્ષના અંબાલાલ જાદવ અને તેમના પત્ની નિર્મલા જાદવે મતદાન કર્યુ હતું.
ગુજરાતમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજે મતદાન મથકો પર કોરોનાને ધ્યાને રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાજિક અંતર સાથે મતદાન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે તથા મતદાન મથક ઉપર સર્કલ કરવામાં આવ્યા છે.
મતદારોને પણ જમણા હાથે પહેરવા માટે હાથમોજા અપાશે. બુથ ઉપર મેડિકલ ઈમરજન્સી માટે મેડિકલ કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.