ગુજરાતની આ ગૌશાળામાં ખોલાયું કોરોના સેન્ટર,24 કલાક સુધી ડોક્ટરની દેખરેખમાં અપાય છે ટ્રીટમેન્ટ

ગુજરાતમાં ગૌશાળાની અંદર એક કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું છે. અમદાવાદના બનાસકાંઠામાં આ સેન્ટરમાં દર્દીની આયુર્વેદિક રીતે સારવાર કરવામાં આવે છે. અહીંની ટ્રીટમેન્ટની ખાસ વાત એ છે કે આ દવાઓ ગાયના દૂધ અને ગૌમૂત્રથી તૈયાર કરાઈ છે. અહીં કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે કહ્યું કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં દર્દીઓને એડમિટ કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે આ સેન્ટરની શરૂઆત 5 મે એ કરાઈ હતી.

અહીં ગૌ તીર્થનો ઉપયોગ કરાય છે જે દેશી ગાય અને અન્ય જડી બુટ્ટીથી બનેલું છે. ખાંસીની સારવાર કરાય છે અને સાથે ગૌમૂત્ર આધારિત દવા આપવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.