વિકસીત-વાઇબ્રન્ટ ગુજરાતમાં દિને દિને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે જેના કારણે વિપક્ષે સવાલો ઉઠાવ્યાં છે કે, શું આવો વિકાસ હોઇ શકે. વિપક્ષનો આરોપ છે કે, ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવન ગુજારવા મજબૂર બની છે.
ગુજરાતીઓ વધુને વધુ સમૃદ્ધ થઇ રહ્યાં છે.દરેક ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે તેવો ઢોલ પિટાઇ રહ્યો છે જ્યારે વાસ્તવિકતા કઇંક અલગ જ છે.
ગુજરાતમાં 0થી 16 ગુણાંકવાળા 16,19,226 પરિવારો છે જયારે 17થી 20 ગુણાંકવાળા 15,22,005 પરિવારો છે. કુલ મળીને 31,41,231 પરિવારો ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે.
રાજ્ય સરકારે ખુદ સ્વિકાર્યુ છે કે, છેલ્લા બે વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. બે વર્ષમાં સૌથી વધુ અમરેલીમાં 2411,રાજકોટમાં 1509 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે
ડિસેમ્બર,2020ની પરિસ્થિતિએ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધીને 31,41,231 થઇ છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.