ગુજરાતનું વન વિભાગ,હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી,વધી શક્યું નથી આગળ

ગુજરાતનું વન વિભાગ હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી આગળ વધી શક્યું નથી. કૃષિ વિભાગે આજ સુધી જીનોટાઇપ્સ વૃક્ષો કે છોડ જાહેર કરી શક્યું નથી. સદીઓથી ઉગાડવામાં આવતાં ફળ અને છોડને જૈવ વિવિધતા જાહેર કરવામાં આવતાં નથી.

આંબ્રક્રાંતિની શરૂઆત કરનારા મનસુખભાઈ સુવાગીયા કહે છે કે, તેમના ખેતરમાં 20 દેશી  આંબા અલગ જાતના હતા. પાણીના તળ ઊંડા જતાં 18 જાત સુકાઈ ગઈ છે. જેમાં બે બચી છે તેમાં એક મધડી જાતની કલમો કરે છે. જેટલા દેશી આંબા એટલી તેમાં 10 ટકા જાતો મીઠી હતી. તે કેસર અને હાફૂસ જાતોના કારણે 90 ટકા નાશ પામી છે.

તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં 8 હજાર જાતના આંબા ખેડૂત કર્મશીલો દ્વારા ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમ છતાં આવા ખેડૂતોના શ્રેષ્ઠ જાતના આંબા શોધીને તેનું બિયારણ બીજા ખેડૂતો સુધી પહોંચે તે માટે કેન્દ્રમાં ગુજરાતના કૃષિ પ્રધાન હોવા છતાં કંઈ થતું નથી.

વર્ષોથી ખેતરમાં ઉગતા ફળ વૃક્ષો કે બીજા પરંપરાગત બીજની જૈવવિવિધતાની ખેતી હવે વિકસી રહી છે. જેમાંથી ખેડૂતો સારી એવી કમાણી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.