ગુજરાતનાં શિવાંગે જ તોડ્યો પોતાનો જ રેકોર્ડ..આ કામ કરી વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન..

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાના એવા ગામમાં રહેતા ૧૧ વર્ષીય શિવાંગ એ ડબલ લાઈનમાં આલ્ફાબેટ ને એક મિનિટમાં અને ચાર સેકન્ડ માં લખી રાજકીય સ્તરે દ્વારકા નું નામ ઉજાગર કર્યું છે.

શિવાંગ કંસારા ૧૧ વર્ષનો છે. અને નાનપણથી કંઈક અલગ કરવા અને વર્લ્ડ લેવલે ખ્યાતિ મેળવવા માટે કંઈક કરવાનું જુનુન જાગ્યું હતું. ત્યારે ૭ વર્ષની ઉંમરે શિવાંગને ડબલ લાઈન આલ્ફાબેટને લખવા તેનાં પિતાનું ધ્યાન દોર્યું હતું.

શિવાંગ કંસારાએ એક મિનિટ અને ૪ સેકન્ડમાં ૨૬ અક્ષરો લખીને એકસકસુઝીવ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે અગાઉનાં તેના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

https://www.youtube.com/watch?v=d5cyIgay-h0

સાથે સાથે કઈંક અલગ અને નવતર પ્રયોગ કરી અન્ય એક્ટિવિટી કરીને સમય પસાર કરે અને બાળકો સમયનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. ત્યારે શિવાંગ નવા નવા વિચારોથી પ્રેરાય તેમજ કશું કરી બતાવવાની સાથે નવું કરવાના જૂનુન ના કારણે ફરીથી દ્વારકા તેમજ જિલ્લા સહિત ગુજરાત ભરનું નામ રાષ્ટ્રીય કક્ષા એ રોશન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.