દક્ષિણ ગુજરાત એ ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનું પ્રવેશદ્વાર બની ગયું છે. આ માગઁથી ગુજરાતમાં ધૂસાડતો ડ્રગ્સ અનેકવાર પકડાઈ ચૂકયાં છે. ત્યારે વધુ એકવાર વલસાડમાંથી માતબાર રકમનો ગાંજો પકડાયો છે.
મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી કારમાં હેરાફેરી થતો નશીલો પદાથઁ માકઁટમાં વેચાય તે પહેલાં જ પકડાઈ ચૂકયો છે. ૬૧ કિલોનો ગાંજો કુલ ૬ લાખની કિંમતનો છે. આ ગાંજો કારનાં ચોર ખાનામાં સંતાડાયો હતો. પોલીસે પૂછપરછમાં સામે આવ્યું કે, આ ગાંજો ઓરિસ્સાથી મુંબઈમાં લાવવામાં આવ્યો હતો.
પોલીસે આ સાથે જ ૨ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત નશીલા પદાથઁની હેરાફેરીને પકડવા પોલીસે કમર કસી છે. કચ્છ હોય કે વલસાડ અને સુરત ગુજરાત પોલીસે નશીલા પદાર્થોને હેરાફેરીને અસફળ બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.