ગુજરાત કેડરના આઇએએસ અધિકારી એકે શર્મા ભાજપમાં સામેલ થઈ ગયા છે.
ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી અરવિંદ કુમાર શર્માએ રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. અરવિંદ કુમારે ગુરુવારે લખનૌમાં ભગવો ધારણ કર્યો.
નોંધનીય છે કે અરવિંદ કુમાર શર્મા વર્ષ 2022માં નિવૃત્ત થવાના હતા પણ અચાનક જ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ જાહેર કરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે તંત્ર પર સારી પકડ હોવાના કારણે તેમને યોગી કેબિનેટમાં મોટું પદ પણ આપી શકાય છે. ભાજપમાં સામેલ થયા બાદ તેમણે કહ્યું કે હું યુપીના પછાત ગામડામાંથી આવું છું અને પાર્ટી મને જે પણ જવાબદારી આપશે તેનો નિર્વાહ કરવા તૈયાર છું.
અરવિંદ કુમાર શર્મા 1988 બેચના ગુજરાત કેડરના અધિકારી છે અને વર્ષ 2001થી 2013 સુધી ગુજરાતમાં જ પીએમ મોદી સાથે વિવિધ પદો પર કામ કર્યું છે. એવામાં પીએમ મોદી જ્યારે સીએમથી પીએમ બન્યા અને દિલ્હી ગયા ત્યારે અરવિંદ શર્માને પણ દિલ્હી લઈને ગયા હતા, થોડા સમય પહેલા સુધી તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં વધારાના સેક્રેટરી પદ પર હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.