ભરશિયાળે કમોસમી માવઠું થતાં જગતના તાત પર પડતા પાટું જેવી દશા થઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં આજે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે વહેલી સવારે વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 11 મીમી અને ધરમપુર-વાપીમાં 7-7 મીમી વરસાદ વરસ્યો હતો. ભરશિયાળે બીજીવાર કમોસમી વરસાદ થતાં ખેતરમાં રોપેલું ધાન નષ્ટ થઈ રહ્યું છે. ઉપરાંત રવીપાક અને કેરી, ડાંગર અને શાકભાજીના પાકને માવઠું ભારે નુકસાન કરી રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
સમગ્ર તાપી જિલ્લામાં શુક્રવારે ઝરમર વરસાદ પડ્યો હતો, તો સુરત જિલ્લાના મહુવા સહિત અન્ય કેટલાક તાલુકામાં પણ માવઠુ પડ્યું હતું. જેથી ખેતરોમાં શેરડી કટીંગની કામગીરી અટકાવી દેવી પડી છે, તો ખેતરમાં શાકભાજી સહિતના પાકને અને આંબા પરની આંમ્રમંજરીને નુકસાન પહોંચ્યું છે.
ડાંગમાં 1 ઇંચ વરસાદ, સાપુતારામાં રેઇનકોટ પહેરવો કે સ્વેટર, પ્રવાસીઓ મુંઝવણમાં
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારામાં શુક્રવારે વરસાદી માહોલની મઝા માણવા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.
સ્વેટર પહેરવું કે રેઈનકોટ લોકો મુંજવણમાં મુકાઈ ગયા હતા. નવસારી જિલ્લામાં ચીખલી પંથકમાં વરસાદથી માર્ગો ભીંજાઈ ગયા હતા અને એક સમયે શિયાળામાં ચોમાસાની ઋતુનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.