શિક્ષણ મંત્રીએ લીધો નિર્ણય, ગુજરાતમાં ધોરણ 9 થી 12 અભ્યાસ કરતાં, વિદ્યાર્થીઓ માટે ખુલશે શાળાઓ

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય વિશે જાહેરાત કરી અને જણાવ્યું કે કે કોવિડ-19ના પ્રૉટોકૉલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ગુજરાત 14મું રાજ્ય છે, જેણે ફરીથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી બિહાર, આસામ, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ત્રિપુરા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને સિક્કિમમાં શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનાં સૌથી વધુ કેસો જ્યાં નોધાયા છે એ પૂણેમાં પણ શાળાઓ અને કૉલેજો કરીથી શરૂ થઈ ગયા છે. પૂણે સાથે નાગપુરમાં શાળાઓ ખૂલી ગઈ છે પરતું માત્ર ધોરણ 9- 12ના વિદ્યાર્થીઓ માટે.

બીબીસી સાથેની વાતચીતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે, “શાળાઓ ખૂલવી જોઈએ પરતું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ. કારણકે તમે કેટલા સમય સુધી શાળાઓ બંધ રાખશો? ભારતનો કોરોનાનો ગ્રાફ જોઈએ તો 90,000 કેસોથી આજે આપણે બહુ સારી સ્થિતિમાં આવ્યા છીએ અને શાળાઓ – કૉલેજો શરૂ કરી શકાય છે.”

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંક્રમિત થવાનું પણ જોખમ છે પરતું જો કોરોના વાઇરસના પ્રૉટોકૉલનું પાલન કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.