ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂષણખોરીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પાકિસ્તાનની બોર્ડર પર પહેરો જેટલો મજબૂત છે, તેટલી જ બેફિકરી બાંગ્લાદેશી બોર્ડર પર છે. બાંગ્લાદેશીઓ ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવેલી બસીરહાટ બોર્ડરથી પશ્ચિમ બંગાળ થઈ ગુજરાતનાં જુદા-જુદા શહેરોમાં આસાનીથી ઘૂષણખોરી કરી રહ્યા છે. ગુજરાતમાં 15 લાખથી વધુ બાંગ્લાદેશી ઘૂષણખોરો છે. જેમાં સૌથી વધુ સુરત અને અમદાવાદ બાદ વાપી, અંકલેશ્વર તેમજ વડોદરા શહેર-જિલ્લામાં છે. ગેરકાયદે રહેનારા આ બાંગ્લાદેશીઓનો રાજ્ય સરકાર કે પોલીસ તંત્ર પાસે પૂરતો ડેટા જ નથી. જેનો તેઓ આબાદ ફાયદો ઉઠાવી રહ્યા છે.
રાજ્યમાં સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂષણખોરો સુરત અને અમદાવાદમાં છે. તે પછી અંકલેશ્વર, વાપી અને વડોદરા શહેર-જિલ્લાનો નંબર આવે છે. ખાસ કરીને બાંગ્લાદેશીઓ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારની આસપાસના અંતરિયાળ ગામોમાં સાચા નામ-સરનામા છૂપાવીને રહે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં લગભગ 15 લાખ જેટલાં બાંગ્લાદેશી ઘૂષણખોરો હોવાનું પોલીસનાં આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યં છે. તેઓ કહે છે કે, 1 હજાર ઘૂષણખોરોની સામે માંડ એક પકડાય છે.
દલાલો પાસપોર્ટ કે અન્ય કોઈ દસ્તાવેજ વગર ઘૂષણખોરોને બોર્ડર પાસ કરાવી આપે છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવેલી બસીરહાટ બોર્ડર પાર કરાવી ઘૂષણખોરોને ભારતનાં બારાસત સુધી લઈ આવવામાં આવે છે. ત્યાંથી ઘૂષણખોરોને બસમાં બેસાડી હાવડા સુધી પહોંચાડાય છે. હાવડાથી તેઓ ટ્રેનમાં બેસી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.