અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લોપ્રેશરની સિસ્ટમને કારણે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ચાલું સપ્તાહના અંત અને આગામી સપ્તાહની શરૂઆતમાં લઘુત્તમ તાપમાન ઘટશે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.
જોકે, બે દિવસથી તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે પણ ઠંડીને બદલે ગરમી અનુભવાઇ રહી છે. બુધવારે શહેરનું મહતમ તાપમાન 33.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાક 4 કિલોમીટરની રહી હતી.
બીજી તરફ અરબી સમુદ્રમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થતાં પવનની દિશા બદલાય છે. આ બદલાયેલી દિશાને લીધે આગામી 24 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી હવામાનખાતાએ આગાહી વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.