રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ચિંતાજનક બનતી જાય છે. આજે 1096 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1011 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.
આજે રાજ્યમાં કુલ 72,577 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18,91,775 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1096 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1011 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 71,261 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.12% ટકા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14751 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 14672 લોકો સ્ટેબલ છે. 71261 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2930 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 20 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, સુરત 4, અમરેલી 2, જુનાગઢ 2, ગીર સોમનાથ 1, તાપી 1, ભાવનગર 1, રાજકોટ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 મોતનો સમાવેશ થાય છે.
કોરોનાનાં સંક્રમણને જોઇએ તો આજે સુરત કોર્પોરેશન 169, અમદાવાદ કોર્પોરેશન 145, વડોદરા કોર્પોરેશન 90, સુરત 81, જામનગર કોર્પોરેશન 74, રાજકોટ કોર્પોરેશન 66, વડોદરા 32, પંચમહાલ 29, રાજકોટ 29, ભરૂચ 26, કચ્છ 22, ભાવનગર કોર્પોરેશન 21, ગીર સોમનાથ 19, દાહોદ 17, મહેસાણા 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ભાવનગર 15, મોરબી 15, પાટણ 15, અમરેલી 14, ગાંધીનગર 14, જુનાગઢ 14, જુનાગઢ કોર્પોરેશન 14, ખેડા 14, નર્મદા 14, અમદાવાદ 12, બનાસકાંઠા 11, નવસારી 9, સાબરકાંઠા 9, વલસાડ 9, છોટા ઉદેપુર 8, પોરબંદર 8, સુરેન્દ્રનગર 8, બોટાદ 7, તાપી 7, આણંદ 6, જામનગર 6, મહીસાગર, અરવલ્લી 5, દેવભૂમિ દ્વારકા 3 કેસો મળી કુલ 1096 કેસો મળ્યા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,76,291 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,75,669 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 629 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.