ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1351 કેસ, 1334 દર્દીઓ થયાં સ્વસ્થ

દેશમાં આજથી અનલોક-5 શરૂ થઈ ચુક્યું છે. જેમાં સરકાર દ્વારા થોડી વધારે છૂટછાટો આપવામાં આવી છે. જ્યારે બીજી બાજુ કોરોના સંક્રમણ પણ ઝડપી થઈ રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1351 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1334 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 10 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3463 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 118,565 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 56,738 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 44,74,766 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 601,574 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 601,170 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 404 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1351 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 176 અને જિલ્લામાં 112 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 172 અને જિલ્લામાં 21 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 93 અને જિલ્લામાં 41 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 108 અને જિલ્લામાં 47 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 69 અને જિલ્લામાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ કોરોના સંક્રમિત

કોંગ્રેસના દિગ્ગદ નેતા અહમદ પટેલ કોરોના સંક્રમિત થયાં છે. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોનામાં સપડાયા છે. અહેમદ પટેલને લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહમદ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

સુરતની સ્થિતિ

સુરત શહેરમાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજરોજ 141 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 95 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર,16 બાઈપેપ અને 74 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 50 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 38 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 15 દર્દીઓ ઓક્સિજન પર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.