રાજ્યમાં કોરોનાનો આંકડો 14,829 પર પહોંચ્યો
રાજયમા કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 361 નવા કેસ નોંધાયા છે. જ્યારે 27 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 503 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 7,139 ડિસ્ચાર્જ થયા છે.
સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 361 કેસ પૈકી એકલા અમદાવાદમાં 251 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 36 કેસ, વડોદરામાં 31 નોંધાયા છે.
ગુજરાતમાં વધુ 361 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 14,829 થઇ ગઇ છે. જેમાંથી 109 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6835 લોકો સ્ટેબલ છે, તો 6636 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 888 લોકોના મોત નીપજ્યાં છે.
અમદાવાદમાં નોંધાયેલા નવા 251 કેસની સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 10,841 થઇ ગઈ છે. આજે અમદાવાદમાં 23ના મોત નીપજ્યાં છે આ સાથે 745 લોકોના મોત નીપજ્યાં છે.
સુરતમાં આજે નોંધાયેલા નવા 36 કેસની સાથે કુલ કેસની સંખ્યા 1,387 થઈ ગઇ છે. આજે સુરતમાં એકનું મોત નીપજ્યું છે આ સાથે અત્યાર સુધીમાં 63 લોકોના મોત નીપજ્યાં છે.
વડોદરાની વાત કરી તો આજે નોંધાયેલા નવા 31 કેસની સાથે કુલ કેસની સંખ્યા 885 થઈ ગઇ છે જ્યારે 35 લોકોના મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કુલ 6777 એક્ટીવ કેસ
છેલ્લા 24 કલાકમાં કુલ 503 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. તો ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ 7137 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. જેથી હાલમાં રાજ્યમાં કુલ 6777 એક્ટીવ કેસ છે. આમ ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ કોરોનાના કેસ 14829 થઇ ગયા છે. એકલા અમદાવાદ શહેરમાં કુલ 10841 કેસ નોંધાય ચૂક્યા છે અને શહેરમાં કુલ 745 લોકોના મોત થઇ ચૂક્યા છે.
વાડજમાં એક જ દિવસમાં 28 કેસ
અમદાવાદનો નવો વાડજ વિસ્તાર કોરોનાનો નવો હોટ સ્પોટ બન્યો છે. નવા વાડજમાં એક જ દિવસમાં 28 કેસ સામે આવ્યા છે. તો નારાણપુરમાં 8, સરદાર પટેલ સ્ટેડિયમ 10 કેસ સામે આવ્યા છે. સાથે જ વેજલપુરમાં 12, થલતેજમાં 8, દરિયાપુરમાં 15, નિકોલમાં 12. નરોડામાં 11 તેમજ કુબેરનગર અને શાહપુરમાં 12 કેસ સામે આવ્યા છે.
Highlight
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 361 નવા કેસ
– રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 14,829 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27ના મોત સાથે મૃત્યુઆંક 915 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાક 503 દર્દી ડિસ્ચાર્જ થયા, આ સાથે અત્યાર સુધીમાં કુલ 7,139 ડિસ્ચાર્જ થયા
– અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 251 નવા કેસ નોંધ્યા જ્યારે 23ના મોત નીપજ્યાં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.