રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં કુલ 391 પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 34 લોકોનાં દુઃખદ અવસાન થયા છે. જેમાંથી 14 લોકોનાં પ્રાથમિક રીતે કોરોનાને કારણે મોત નિપજ્યા છે. જ્યારે 20 દર્દીઓને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. છેલ્લા 24 કલાકમાં 191 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ડિસ્ચાર્જના કેસોનો કુલ આંક 4499 છે. રાજ્યનો રિકવરી રેટ 39.53 ટકા થયો છે. તો રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોનો આંક 11380 થયો છે. જ્યારે કુલ મોતનો આંક 659 થયો છે.
છેલ્લા 24 કલાકમાં 391 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 276, સુરતમાં 45, વડોદરામાં 21, કચ્છમાં 14, ખેડામાં 6, સાબરકાંઠામાં 6, ગાંધીનગરમાં 5, પાટણમાં 4, પંચમહાલ-ગીર સોમનાથ, દાહોદમાં 2, ભાવનગર-આણંદ-અરવલ્લી-જામનગર-વલસાડ-જૂનાગઢ-પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.