ગુજરાતના 3 IPS અધિકારીઓની બદલીની આગ ચંપાઈ, મહેસાણામાં પણ મોટી ઉથલ પાથલ

ગુજરાત સરકારે આજે રાજ્યના 3 આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખી છે. હાલમાં મહેસાણાના એસપી તરીકે ફરજ બજાવતાં મનિષ સિંઘની બદલી એસઆરપી ગ્રુપ 4 દાહોદ ખાતે કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને હાલમાં પોરબંદરના SP પાર્થિવરાજસિંહ ગોહિલની બદલી મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે કરવામાં આવી છે.

પોરબંદર SP પાર્થિવરાજસિંહ ગોહિલની બદલી મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે રાજકોટ DCP ઝોન-1 રાજ મોહન સૈનીની બદલી પોરબંદર જિલ્લા પોલીસ વડા તરીકે કરવામાં આવી છે. એડિશન ચીફ સેક્રેટરી સંગીતા સિંઘ દ્વારા તમામ બદલીઓનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. હવે ચર્ચા છે કે કડી પોલીસનો દારૂકાંડ મહેસાણા એસપીને નડી ગયો હતો.

તો હવે હાલમાં કાર્યરત મહેસાણાના SP મનિષ સિંઘે જિલ્લામાં PI અને PSIની આંતરિક બદલીઓ કરી દીધી છે. એસ.બી.મોડિયાની કડીમાં PI તરીકે બદલી કરી છે. બેચરાજી PI જી.એસ.પટેલની SOGમાં બદલી કરી નાખવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ શ્રીમતી જે.ડી.પંડ્યા (પી.એસ.આઈ) ની ઇન્ચાર્જ તરીકે બદલી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.