ગુજરાતમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેને મોતને ઘાટ ઉતારનાર અનિલ યાદવની ફાંસીને ટાળવામાં આવી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા અનિલના ડેથ વોરંટને અટકાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે ડેથ વોરંટને એટલા માટે અટકાવી દીધો કારણ કે ટ્રાયલ કોર્ટે અપીલનો સમય પૂર્ણ થતા પહેલા જ અનિલને ફાંસી પર લટકાવવાનો આદેશ જાહેર કરી દીધો હતો. ટ્રાયલ કોર્ટે તેને આગામી 29 ફેબ્રુઆરીએ ફાંસી પર લટકાવવાનો આદેશ આપ્યો હતો, આવું કરીને ટ્રાયલ કોર્ટે 2015માં ડેથ વોરંટને લઈને જાહેર કરાયેલા નિર્દેશોની અવગણના કરી છે. આ વાત સુપ્રીમ કોર્ટે કહી, જેને લઈને દોષીની ફાંસી હાલ પૂરતી ટાળવામાં આવી છે.
જણાવી દઈએ કે, ટ્રાયલ કોર્ટમાંથી ડેથ વોરંટ જાહેર થયા બાદ દોષીના પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, અને ગુરુવારે આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, અનિલ યાદવે સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી. આ મામલામાં તેને ફાંસીની સજા આપવામાં આ હતી. અનિલે 14 ઓક્ટોબર, 2018ના રોજ દુષ્કર્મ કર્યા બાદ બાળકીના માથામાં દંડા મારીને અને ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે 19 ઓક્ટોબરે બિહારના ઘનસોઈ ગામમાંથી તેની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.