કોરોના મહામારીમાં લોકોની સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા આકરા નિર્ણય લઇ લોકોના જીવ બચાવવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે ત્યારે શાળાઓ અને કોલેજો પણ બંધ છે વિદ્યાર્થીઓ ઘરે બેસને જ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીએ વધુ એક નિર્ણય લઇ પ્રોફેસરોને પણ વર્ક ફ્રોમ હોમ આપવાનું નક્કી કર્યું છે.
પ્રોફેસરોએ હવે કોલેજ આવવું ફરજિયાત નહીં રહે કારણ કે પ્રોફેસરોની વર્ક ફ્રોમ હોમની માંગણી સરકારે સ્વીકારી લીધી છે. હવેથી પ્રોફેસરો ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ આપી શકશે. 31 ઓગસ્ટ સુધી પ્રોફેસરોને કોલેજ જવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
31 ઓગસ્ટ સુધી કોલેજના પ્રાધ્યાપકોને કોલેજ જવામાથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે. હવે રાજ્યના 5000 જેટલા પ્રોફેસરો કેન્દ્ર સરકારાના જુના પત્ર મુજબ જ ઘરેથી કામ કરી શકશે. આ નિર્ણય શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક બાદ લેવામાં આવ્યો છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 29-7-2020ના રોજ ઓર્ડર કરવામાં આવ્યો હતો જેને રાજ્ય સરકારે 31-8-2020 સુધી લંબાવી દીધો છે. જેમા સુચના આપવામાં આવી હતી કે, 1-7-2020ના નામાંકિત પત્રથી દર્શાવેલ સુચનાઓમાં કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ તા 31-8-2020 સુધી બંધ રાખવા જણાવવામાં આવ્યુ હતું. આ અંગે રાજ્ય શિક્ષણ વિભાગના નાયબ સચિવ રોનક મહેતાએ એક પત્ર જાહેર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.