ગુજરાતના આ 9 શહેરોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો, સરકારની એક જાહેરાતથી વધી જશે પ્રોપર્ટીના ભાવ

ગુજરાતના તમે 9  શહેરોમાં રહી રહ્યાં છો તો તમારા માટે આ સૌથી મોટી ખુશખબર છે. સરકારે બજેટ સમયે 7 પાલિકાઓ બાદ ગઈકાલે બીજી 2 નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેરાત કરી છે. જેને પગલે પ્રોપર્ટીના ભાવમાં મસમોટો વધારો થઈ જશે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ઐતિહાસિક બજેટને ગુજરાતને ગુણવંતુ, ગરવી, ગ્લોબલ, ગ્રીન બનાવવાના ધ્યેય સાથે રજૂ કરાયું છે. આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને બજેટમાં પ્રાધાન્ય આપવામા આવ્યું છે. અમૃતકાળના આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામા આવી છે. જેમાં સૌથી મોટી જાહેરાત નવી મહાનગરપાલિકાની જાહેરાત છે.  રાજ્ય સરકારે  અગાઉ 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ગુજરાતની 7 પાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ત્યારે એક નાગરિકે તરીકે એ જાણવું જરૂરી છે કે, નગરપાલિકા કરતાં મનપા પાસે કેટલો વધુ પાવર? કોર્પોરેશનમાં આવ્યા બાદ પાલિકાઓને અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં કાલે પણ 2 પાલિકાઓને મહાનરપાલિકા બનાવવાની જાહેરાત થઈ છે. 2024 ના લોકસભા ચૂંટણી પહેલા ભાજપે સૌથી પહેલો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભુપેન્દ્ર પટેલની આગેવાની સરકારે રાજ્યમાં નગર નિગમોની સંખ્યા એક ઝાટકામાં ડબલ કરી દીધી છે. તાજેતરના 2024 ના બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી છે. આવામાં ગુજરાતમાં હવે મહાનગરપાલિકાઓની સંખ્યા 15 પર પહોંચી જશે. સરકારે 13 વર્ષ પહેલા આ બદલાવ કર્યો હતો, તેના બાદ અત્યાર સુધી કોઈ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ન હતો. આ જાહેરાતથી મહાનગરપાલિકા બનનારા શહેરોને મોટો ફાયદો થાય છે. તેથી જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આ શહેરો પર ફોકસ કરો. ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો છે.  રાજ્યની વધુ બે નગર પાલિકા મહાનગરપાલિકા બનશે, આ જાહેરાત ખુદ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિધાનસભામાં ગૃહમાં કરી છે. ગુજરાતની પોરબંદર-છાયાં નગરપાલિકા અને બનશે નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. મહત્ત્વનું છેકે, અગાઉ સાત નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવાની ગુજરાત સરકારે થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે ગત બીજી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વધુ બે નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી છે.આ 7 શહેરોને શું ફાયદો થશે
હવે વાત તમારા ફાયદાની કરીએ તો, હાલ ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીધામ સામેલ છે. ગાંધીનગર મહાનગરપાલિકા 2010 માં રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કરાયેલી અંતિમ મહાનગરપાલિકા હતી. ત્યારે હવે નવસારી, નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ત્યારે આ શહેરોને વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી વધુ ફંડ મળશે. આ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી વ્યવસ્થાઓ વિકસશે. જાહેર સુવિધાઓમાં વધુ વિકાસ થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર હવે આ ક્ષેત્રો પર વધુ સારી વ્યવસ્થા માટે કમિશનરની નિમણૂંક કરશે. ગુજરાતની લગભગ 50 ટકા વસ્તી શહેરોમાં વસે છે. એક અંદાજ છે કે, 2047 સુધીમાં રાજ્યમાં શહેર આવાસીય ક્ષેત્રોનો વિકાસ 75 ટકા સુધી જઈ શકે છે. તે જોતા ગુજરાતના મોટા શહેરોમાં પ્રોપર્ટી પણ વધશે. આ જોતા ભવિષ્યમાં મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ પણ આસામાને જશે. પંરતું જો તમે અત્યારથી જ 7 નવી મહાનગરપાલિકાઓ તરફ નજર દોડાવશો, તો તમે ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તગડો નફો મેળવશો. હાલ લાખોનું ઈન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં કરોડોમાં ઉગશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.