ગુજરાતમાં આજે 1056 કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં 55 હજારથી વધારે દર્દીઓ થયાં સ્વસ્થ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. જે મુજબ છેલ્લા ઘણાં દિવસોથી કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 1 હજારથી 1100 વચ્ચે રહે. કોરોના સંક્રમણને નાથવા માટે સરકાર આવશ્યક પગલાં ભરે છે તેમ છતાં રાજ્યમાં દરરોજ નોંધાતા કેસનો આંકડો ચિંતાજનક છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1056 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2674 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1138 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1056 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 176 અને જિલ્લામાં 60 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 133 અને જિલ્લામાં 11 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 93 અને જિલ્લામાં 15 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 61 અને જિલ્લામાં 35 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 76 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,094 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 55,276 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2674 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 144
સુરત 236
વડોદરા 108
ગાંધીનગર 26
ભાવનગર 48
બનાસકાંઠા 8
આણંદ 2
રાજકોટ 96
અરવલ્લી 1
મહેસાણા 19
પંચમહાલ 18
બોટાદ 3
મહીસાગર 9
ખેડા 15
પાટણ 13
જામનગર 31
ભરૂચ 20
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 29
દાહોદ 14
છોટા ઉદેપુર 2
કચ્છ 32
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 18
નવસારી 9
જૂનાગઢ 18
પોરબંદર 25
સુરેન્દ્રનગર 20
મોરબી 25
તાપી 1
અમરેલી 42

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.