Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અગાહી પ્રમાણે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. તો હવામાન વિભાગે પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા દર્શાવી છે.
અમદાવાદ: રાજ્યમાં ધીરે ધીરે ઠંડી વિદાય લઇ રહી છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે હવે વહેલી સવારે અને મોડી સાંજે પણ ઠંડક અનુભવાતી નથી. આવી પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉનાળું પાકનું વાવેતર 20 માર્ચ સુધીમાં પૂર્ણ કરવું હિતાવહ છે. મોડું વાવેતર કરવાથી દાણાં બેસવાના સમયે ગરમીનાં કારણે ઉત્પાદન ઘટવાની શક્યતા છે. આ સાથે વરસાદની કોઇ શક્યતાની હાલ કોઇ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. આગાહી પ્રમાણે જોઇએ કે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે
મંગળવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણ દ્વારા આગામી પાંચ દિવસના હવામાન અંગેની આગાહી આપવામાં આવી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.
મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય. આ સાથે તેમણે માવઠા અંગેની આગાહીમાં જણાવ્યુ કે, હાલ વરસાદની આશંકા નથી. મંગળવારના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.2 ડિગ્રી, ગાંધીનગરમાં 21.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી નોંધાયુ છે
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અગાહી પ્રમાણે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. વેસ્ટન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 20 માર્ચ સુર્ય ઉતરાધમાં આવતા ગરમી વધશે
આ સાથે મહત્તમ તાપમાન અંગેની માહિતી આપતા અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ કે, અમદાવાદમાં 35.7, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે અમરેલીમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે મહત્તમ તાપમાનમાં સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 27. 6 ડિગ્રી નોંધાયુ છે.
ખેડૂતો માટે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન આકાશ ચોખ્ખું રેહવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના નહીવત છે. ઉનાળું પાકનું વાવેતર 20 માર્ચ સુધીમાં પૂર્ણ કરવું હિતાવહ છે. મોડું વાવેતર કરવાથી દાણાં બેસવાના સમયે ગરમીનાં કારણે ઉત્પાદન ઘટે છે. રવિ સીઝનની કાપણી લગભગ પૂરી થવાને આરે છે ત્યારે હવે ખેડૂતો ઉનાળુ વાવેતરની તૈયારી શરૂ કરી શકે છે. કપાસમાં છેલ્લી વીણી પછી કરાંઠી સળગાવવી નહી રોટાવેટર, મોબાઇલ ચોપરથી નાના ટુકડા કરીને જમીનમાં દાંટી દેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 માર્ચની રાતથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં વધુ એક પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસર થવાની સંભાવના છે. IMD અનુસાર, 10 માર્ચે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેની અસર ગુજરાત સુધી પણ થવાની સંભાવના રાજ્યના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતમાં તાપમાનમાં વધઘટ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.