ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

 

રાજ્યમાં પશ્ચિમ- ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાન વધ્યું છે પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી  ત્રણ દિવસ વરસાદની (Three day rain alert) આગાહી કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસસ થશે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 11-12-13 સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

ખેડા,દાહોદ,પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,દીવમાં વરસાદની આગાહી. તો સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

12 સપ્ટેમ્બરે ખેડા,દાહોદ,પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ નવસારી, દમણ દાદરા નગર હવેલી,ભાવનગર અને અમરેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 સપ્ટેમ્બરના ખેડા, દાહોદ,પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.