ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસોની સંખ્યા રોજ ને રોજ વધી રહી છે. રોજ મહામારીનો કાળો કેર જોવા મળી રહ્યો છે. કલોલમાં પ્રથમ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટિવ સંખ્યામાં વધારો થતો જાય છે. ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 36 કેસ સામે આવ્યા છે. જેમાં વડોદરામાં સૌથી વધુ 18 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કલોલ તાલુકાના રાચરડા ગામમાં એક 6 વર્ષના બાળકનું ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે
તાજેતરમાં આ 6 વર્ષના બાળકને તાવ, શરદી સહિતના કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આરોગ્યની ટીમ તરત જ અસરથી રાંચરડા દોડી ગઇ હતી.
કલોલ. અમદાવાદમાં શનિવારે નારણપુરા અને સારંગપુર વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ મળતા હવે ગુજરાત સરકારે અમદાવાદમાં જે વિસ્તારમાં હજુ સુધી એકપણ પોઝિટિવ કેસ ન નોંધાયો હોય ત્યાં અગમચેતીના ભાગરૂપે રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાવ્યાં છે. આ બાળકનો પિતા કોઇ ફાર્મ હાઉસમાં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાની માહિતી મળી છે. રાંચરડા કલોલ તાલુકામાં આવતું હોઇ આ કેસ ગાંધીનગર જિલ્લામાં નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.