ગુજરાતમાં આજે 60 હજારથી વધારે કોરોના ટેસ્ટ થયાં, 24 કલાકમાં નવા 1145 કેસ

 

  • રાજ્યમાં કોરોનાનો આંતક યથાવત્ જ છે. દરરોજ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આજે 60 હજારથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1145 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2839 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1120 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1145 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 166 અને જિલ્લામાં 72 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 146 અને જિલ્લામાં 17 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 93 અને જિલ્લામાં 22 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 62 અને જિલ્લામાં 34 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 81 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,337 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 64,830 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2839 થયો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.