ગુજરાત ભાજપના એ MLA જેમનું ટ્વીટ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કર્યું

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતની એક તસવીર ભાજપના સુરતથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી અને આ તસવીરને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી.

ટ્રમ્પે તસવીર રિ-ટ્વીટ કરી એ પછી ટ્વિટર પર ધારાસભ્યના ફૉલોઅર્સની સંખ્યામાં વધારો થયો અને તેમને ફૉલો કરતા લોકોની સંખ્યા 3,12,000ને પર પહોંચી ગઈ.

જોકે, આ ટ્વીટ અને એના પર ચાલી રહેલી ચર્ચાને કારણે ગુજરાતના આ ધારાસભ્ય ટ્વિટર પર છવાઈ ગયા.

આ ટ્વીટમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં કહેલી વાત લખી હતી જેમાં કહ્યું હતું, “તેમણે (ડોનાલ્ડ ટ્રમ્પ) અમેરિકી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી દીધી છે. તેમણે અમેરિકા અને વિશ્વ માટે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ભારતે ખૂબ સારા સંબંધ સ્થાપિત કર્યા છે.”

હર્ષ સંઘવીના આ ટ્વીટને દુનિયાભરના લોકોની પ્રતિક્રિયાઓ મળી. તેમના ટ્વીટને 36 હજાર કરતાં વધારે લોકોએ લાઇક કર્યું છે, તેમજ 8700 કરતાં વધુ લોકોએ રિ-ટ્વીટ કર્યું છે.

સાથે જ 2100 જેટલી કૉમેન્ટ્સ તેમના ટ્વીટ પર થઈ છે. ઘણી પ્રતિક્રિયાઓ અમેરિકાથી પણ આવી. કેટલાક લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં ટિપ્પણી કરી છે.

એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, “ખૂબ જ સરસ. તમે ટ્રમ્પને તમારી સાથે ભારત લઈ જાઓ.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.