-
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે 195 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતની 15 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે.Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પહેલી યાદીમાં 195 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ગુજરાતમાંથી 15 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.
- કચ્છ વિનોદ ચાવડા
- બનાસકાંઠા રેખાબેન ચૌધરી
- પાટણ ભરતસિંહ ડાભી
- ગાંધીનગર અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા
- રાજકોટ પુરુષોત્તમ રૂપાલા
- પોરબંદર મનસુખ માંડવીયા
- જામનગર પૂનમબેન માડમ
- આણંદ મિતેશભાઇ પટેલ
- ખેડા દેવુસિંહ ચૌહાણ
- પંચમહાલ રાજપાલ સિંહ જાદવ
- દાહોદ જશવંતસિંહ ભાભોર
- ભરૂચ મનસુખ વસાવા
- બારડોલી પ્રભુભાઈ વસાવા
- નવસારી સી આર પાટીલ
- ભાજપની પ્રથમ યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 195 સીટો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં છે. 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રીઓના નામ આ લિસ્ટમાં છે. ભાજપની યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે. ભાજપે પ્રથમ યાદીમાં 28 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે 47 ઉમેદવારો 50થી ઓછી ઉંમરના છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે
ભાજપની પ્રથમ યાદી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. ત્યારબાદ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે.ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની પ્રથમ બેઠક ગુરુવારે મોડીરાત સુધી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપશાસિત રાજ્યોના સીએમ પણ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.