રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફાર થયાં છે. પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં અનેક નવા ચહેરાને સ્થાન મળ્યું છે.
અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકે હર્ષદગીરી ગોસાઇની વરણી કરવામાં આવી છે. જ્યારે કે સુરત શહેરના પ્રમુખ તરીકે નિરંજનભાઇ ઝાંઝમેરા જ્યારે કે સુરત જિલ્લાના પ્રમુખ તરીકે સંદિપ દેસાઇની પસંદગી કરાઇ છે.
વડોદરા શહેરના પ્રમુખ તરીકે વિજયભાઇ શાહ જ્યારે કે વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે અશ્વિન પટેલની વરણી કરાઇ છે. ગાંધીનગર શહેરના પ્રમુખ તરીકે રૂચિરભાઇ ભટ્ટની નિયુક્તિ કરાઇ છે. રાજકોટ શહેરના પ્રમુખ તરીકે કમલેશ મિરાણી યથાવત રાખવામા આવ્યા છે. તો રાજકોટ જિલ્લાની જવાબદારી મનસુખ ખાચરિયાને સોંપાઇ છે.
જામનગર શહેરના પ્રમુખ તરીકે વિમલ કગથરા જ્યારે કે જિલ્લા પ્રમુખ તરીકે રમેશ મુંગરાની વરણી કરાઇ છે. જૂનાગઢ શહેરના પ્રમુખ તરીકે પુનિત શર્મા જ્યારે કે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે કિરીટભાઇ પટેલની પસંદગી કરાઇ છે.
ભાવનગર શહેરની જવાબદારી રાજીવ પંડ્યાને તો ભાવનગર જિલ્લાની જવાબદારી મુકેશભાઇ લાંગળિયાને સોંપાઇ છે.બીજી તરફ પોરબંદરના પ્રમુખ તરીકે કિરીટ મોઢવાડિયા, મહેસાણામાં જશુભાઇ પટેલ, પાટણમાં દશરથજી ઠાકોર, બનાસકાંઠામાં ગુમાનસિંહ ચૌહાણ, કચ્છમાં કેશુભાઇ પટેલ તેમજ દેવભૂમિ દ્વારકામાં ખીમભાઇ જોગલની વરણી કરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.